મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં
મોરબીમાં કામ બાબતે માતાએ ઠપકો દેતા યુવતીએ આયખું ટુકાવ્યું
SHARE









મોરબીમાં કામ બાબતે માતાએ ઠપકો દેતા યુવતીએ આયખું ટુકાવ્યું
મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી લતાબેન મોહનભાઈ પરમાર નામની ૨૪ વર્ષીય યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.બાદમાં પોલીસને જાણ થતા પોલીસે તપાસ કરી હતી અને તેમાં ખુલ્યું હતું કે માતા દ્વારા કામ બાબતે ઠપકો દેવામાં આવતા માઠુ લાગી આવતા મૃતક લતાબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના સામાકાંઠે ઘુંટુ ગામ પાસે આવેલ ઉમા વિલેજમાં રહેતા દેવલ મનુભાઈ પટેલ નામના ૨૪ વર્ષીય યુવાનને મહેન્દ્રનગર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ધાંગધ્રા તાલુકાના બાવલી ગામના રહેવાસી ગરીબદાસ ધનદાસ સાધુ નામના ૪૧ વર્ષના યુવાનને મોરબીના ઘુંટુ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
શોર્ટ લાગતા સારવારમાં
મોરબીના જોધપર નદી ગામે રહેતી પુનમબેન બાબુભાઈ હરખાભાઈ સુરેલા નામની ૧૪ વર્ષીય સગીરાને રીકોન ટેકનો પ્લાય નજીક ઇલેક્ટ્રિક શોટ લાગતા તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના ૮-એ નેશનલ હાઈવે ઉપર લાલપર ગામ નજીક અજાણ્યા ઇસમની સાથે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અહીંના અજંતા કારખાના પાસે રહેતા દિનેશભાઈ પાંડા નામના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ શહેરના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નંબર ૩ માં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ સારલા નામની ૩૪ વર્ષીય મહિલાને તેના ઘેર થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબીના ભવાની ચોક વિસ્તારમાં રહેતા હારૂનશા હુસેનશા દિવાન જાતે ફકીર, નજમાબેન હારૂનશા અને અમન હારૂનશા નામના એકજ પરીવારના ત્રણ લોકો જામનગરના જોડિયાથી દુધઈ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મૂળ ટંકારાના હડમતીયા ગામના અને હાલ રાજકોટ રહેતા ગીરીશભાઈ હરિભાઈ ચાવડા નામના ૫૨ વર્ષીય આધેડને હડમતીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
