હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો


SHARE

















મોરબીના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો

લોકો સ્વચ્છતાનું મહત્વ સમજે, લોકો સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતા થાય અને એની શરૂઆત શાળાથી થાય, સ્પર્ધાની ભાવના થકી શાળામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો મારી શાળા મારુ તીર્થ,મારી શાળા સ્વચ્છ શાળાની ઉદાત્ત સમજ કેળવાય એ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દર વર્ષે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર શાળાને આપવામાં આવે છે જેમાં શરૂઆતના તબક્કે સમગ્ર રાજ્યની શાળાઓની સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા મળીને 826 શાળાઓએ પોતાની શાળાનું સ્વચ્છતા અંગેનું સ્વ મૂલ્યાંકન કરી ઓનલાઈન વિગતો ફોટા,વિડિઓ વગેરે અપલોડ કરી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે પોતાનું નામાંકન કર્યું હતું.

ત્યાર પછી ઓનલાઈન ડેટાના આધારે સૌથી વધુ ગુંણાંક ધરાવતી શાળાઓનું 26 જેટલા બાહ્ય મૂલ્યાંકન કારો દ્વારા સ્થળ તપાસ કરી 90 થી 100 ગુણાંકની વચ્ચે ગુણાંક મેળવેલ કુલ 36 ફાઈવ સ્ટાર ધરાવતી  શાળાઓની પસંદગી કરવામાં આવી જે પૈકી ઓલ ઓવર કેટેગરી ટોયલેટ સફાઈ, હેન્ડવોશ સફાઈ, બી હેવીયર ચેન્જ, કોવિડ-૧૯ ઓપરેશન મેઇન્ટેનેશ, વોટર સફાઈ આવી રીતે ઓલ ઓવર કેટેગરીમાં ગ્રામ્ય કક્ષાએ હળવદની પાંડાતીરથ શાળાને પ્રથમ (15000), ટંકારા તાલુકાની પ્રભુનગર શાળાને દ્વિતિય (12000) અને મોરબી તાલુકાની જેપુર શાળાને તૃતીય (10000) તેમજ શહેરી કક્ષાએ પ્રથમ હળવદની શાળા નંબર-૪ (15000) તેમજ સબ કેટેગરી બી હેવીયર ચેન્જ પ્રથમ હળવદ શાળા નંબર-૪ (7000), હેન્ડવોશમાં પ્રથમ હળવદ શાળા નંબર- ૪ ને (7000), ટોયલેટ સ્વચ્છતામાં પ્રથમ હળવદ શાળા નંબર-૪ (7000) અને વોટર સફાઈમાં પણ હળવદ શાળા નંબર-૪ (7000) આમ સબ કેટેગરીમાં કુલ ૪ ચાર અને ઓલ ઓવર કેટેગરીમાં એક એમ કુલ પાંચ એવોર્ડ શાળા નંબર-૪ પ્રાપ્ત કરતા ડંકો વગાડી દીધો છે

આ ઉપરાંત સબ કેટેગરીમાં મેરૂપર શાળાને કોવિડ-19 રિસ્પોન્સ અને તૈયારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા (7000) તેમજ મિતાણા શાળાને ઓપરેશન & મેઇન્ટેનશ માટે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા (7000) ની ધનરાશી તેમજ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ અન્ય 28 જેટલી સબ કેટેગરીમાં સ્વચ્છતામાં ફાઈવ સ્ટાર પ્રાપ્ત કરનાર શાળાને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યાલયને જુદી જુદી ત્રણ કેટેગરીમાં ફાઈવ સ્ટાર પ્રાપ્ત થતા શાળામાં સ્વચ્છતા કર્તા કર્મીઓને હાથે એવોર્ડ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમમાં  જ્યંતીભાઈ પડસુંબિયા (ચેરમેન કારોબારી સમિતિ), પ્રવિણભાઈ સોનગ્રા (ચેરમેન શિક્ષણ સમિતિ), ડીપીઈઓ ભરતભાઈ વિડજા,  ડી.ઇ.ઓ. નિલેશભાઈ રાણીપા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોના સંગઠનના પ્રમુખ અને મંત્રીઓ, સી.આર.સી, બી.આર.સી. તેમજ સમગ્ર શિક્ષા અભિયાનનો સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું, અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઈ ભોરણીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News