માળીયા (મી)ના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ
ગુજરાતનાં જનજન સુધી કામગીરી-સુવિધાની વાત પહોચડશે વંદે ગુજરાત વિકાસયાત્રા : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
SHARE









ગુજરાતનાં જનજન સુધી કામગીરી-સુવિધાની વાત પહોચડશે વંદે ગુજરાત વિકાસયાત્રા : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું પ્રસ્થાન કરાવ્યુ હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ભાજપ સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેની માહિતી ગુજરાતનાં જનજન સુધી પહોચાડવા માટે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસના પથ પર ભરેલી છલાંગને યાત્રાના મધ્યમથી જનજન સુધી પહોચાડવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબી જિલ્લામાં પણ વિકાસયાત્રા રથનું પ્રસ્થાન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કરાવ્યુ હતું ત્યારે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, મોરબી માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા, રિશિપભાઇ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, જિગ્નેશભાઈ કૈલા સહિતના હોદેદારો અને કલેક્ટર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.
ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું કે, વર્ષો પહેલા ગુજરાત અને કેન્દ્રમાં જે બજેટ બનાવવામાં આવતા હતા જેના કરતાં અનેક ગણી રકમના બજેટો આજની તારીખે લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી યોજનાઓના અમલીકરણ સાથે બનાવવામાં આવે છે અને જે યોજના બનાવવવા આવે છે તે માત્ર કાગળ ઉપર જ નથી રહેતી પરંતુ તેને ભાજપની સરકાર દ્વારા સાકાર પણ કરવામાં આવે છે તો રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, ૧૯૯૫ પહેલા ગુજરાતમાં લોકોને કેવી સુવિધાઓ મળી રહી હતી અને આજે ૨૦૨૨ માં ગુજરાતનાં લોકોને કેવી સુવિધાઓ મળી રહી છે તેની વાસ્તવિકતા લોકો સુધી પહોચાડવા માટે તે માટે ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રથ મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં દરેક ગામડે-ગામડે પરિભ્રમણ કરશે અને રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની આબેહુબ છબી લોકો સમક્ષ પ્રદર્શિત કરશે.
