ગુજરાતનાં જનજન સુધી કામગીરી-સુવિધાની વાત પહોચડશે વંદે ગુજરાત વિકાસયાત્રા : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબીમાં પરિણીતાને સંતાન ન થતાં હોવાથી મેણાં ટોણાં મારીને મારવા માટે મજબૂર કરી
SHARE









મોરબીમાં પરિણીતાને સંતાન ન થતાં હોવાથી મેણાં ટોણાં મારીને મારવા માટે મજબૂર કરી: ગુનો નોંધાયો
મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આપઘાતના આ બનાવમાં મૃતક પરણીતાના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સહિત ચાર સામે દીકરીને સંતાન ન થતાં હોવાથી મેણાં ટોણાં મારીને તેમજ ઘરકામ બાબતે ત્રાસ આપીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે મહિલાના પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નં-૨ માં રહેતા પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવમાં મૃતકના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડા રહે. પખાલી શેરી મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે. બધા ખત્રીવાડ શેરી નં.-૨ કૂષ્ણ મહેલ પાસે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થયા હોવા છતા તને બાળક કેમ થતુ નથી તેવા મેણા ટોણા મારી જેમ ફાવે તેમ બોલી શારિરીક માનશીક દુખ ત્રાસ આપતા હતા અને ફરીયાદીની દિકરીને મરવા માટે મજબુર કરતા તેને ગળાફાંસો ખાઇ આપઘાત કરેલ છે જેથી પોલીસે હાલમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે મૃતકના પિતા સુરેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા એક પખવાડીયાથી તેમની દીકરી તેઓના ઘરે હતી અને દસ કલાક પહેલા જ તેને તેના સાસરે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો હતો
