હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ


SHARE

















માળીયા (મી)ના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ 

માળીયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાંવિકાસમાંસુધારમાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા પહેલા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓમાંથી ૧૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસરપોલિંગ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની જવાબદારી સોંપી બેલેટ પેપરનો ઉપયોગ કરી ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ મત મેળવનાર ડાંગર દિપ સંજયભાઈને મહામંત્રીપદ માટે અને સાથે ડાંગર દિયા સુરેશભાઈ ને ઉપમહામંત્રીના પદ માટે નિમણૂક કરાયા હતા. તદ્ઉપરાંત ડાંગર ભક્તિ દિપકભાઈ પ્રાર્થનામંત્રીબાલાસરા હર્ષિતા દિપકભાઈ વ્યવસ્થાપન મંત્રીચાવડા બંસી વનરાજભાઈ મધ્યાહન ભોજન મંત્રીડાંગર આશિષ જેઠાભાઈ પર્યાવરણ મંત્રીહુંબલ કૃપાલી અરવિંદભાઈ આરોગ્ય મંત્રીડાંગર દિયા સુરેશભાઈ સફાઈ મંત્રી તેમજ ડાંગર દિપ સંજયભાઈ પુસ્તકાલય મંત્રી તરીકે મંત્રીમંડળમાં જોડાયા હતા.આ તકે શાળાના શિક્ષક અને મોટીબરારના બી.એલ.ઓ. અનિલભાઈ બદ્રકિયાએ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણસ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વસમુહભાવનાસમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે તેવા હેતુથી આ બાળ સંસદ ચુંટણી યોજવામાં આવી હતી.




Latest News