મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

લો બોલો ધોળા દિવસે મોરબીના રવાપર રોડે સ્કૂટરની ડેકીમાંથી રોકડા ૧૦.૫૮ લાખની ચોરી


SHARE







લો બોલો ધોળા દિવસે મોરબીના રવાપર રોડે સ્કૂટરની ડેકીમાંથી રોકડા ૧૦.૫૮ લાખની ચોરી

મોરબીમાં આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા લઈને યુવાન નીકળ્યો હતો અને સ્કૂટરની ડેકીમાં રોકડા ૧૦.૫૮ લાખ રૂપિયા મૂક્યા હતા તે સ્કૂટર તેને રવાપર રોડ ઉપર આવેલ ડાયમંડ બેકરી પાસે પાર્ક કર્યું હતું અને ખરીદી કરવા માટે ગયો હતો ત્યારે તેના સ્કૂટરની ડેકી ધોળા દિવસે ખોલીને અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ શકિતપ્લોટ શેરી નં.૮ નવકાર હાઇટસ ફલેટનં.૪૦૧ માં રહેતા હેમાંગભાઇ ભરતભાઇ સંઘવી જાતે જૈન વાણીયા (ઉ.૪૦)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગઇકાલે બપોરના સવા ચાર વાગ્યાના અરસામાં ફરિયાદી યુવાન આંગડીયા પેઢીમાથી રોકડા રૂપીયા ૧૦,૫૮, ૯૦૦ લઇને તેના એકસેસ સ્કૂટર નં. જી.જે. ૩૬ ઇ ૮૯૪૧ ની ડેકીમા મૂકીને રવાપર રોડ ઉપરથી જતો હતો ત્યારે તેને ડાયમંડ બેકરી પાસે ખરીદી કરવી હતી જેથી કરીને તેને ત્યાં પોતાનું સ્કૂટર પાર્ક કરીને મૂક્યું હતું અને તેને દુકાનમાં ખરીદી કરવા માટે ગયો હતો દરમ્યાન ૧૫ મિનિટમાં તેના સ્કૂટરની ડેકીને ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તે ડેકીમાં રાખવામા આવેલા રોકડા ૧૦,૫૮,૯૦૦ ધોળા દિવસે ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News