સરકારે ભૂલનું પુનરાવર્તન કરતાં મોરબીમાં રહેતા પૂર્વ મંત્રીએ સીએમને કરી રજુઆત !
હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
SHARE









હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા અનામત હટાવવાના નિર્ણય અંગે, પુનઃવિચારણા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી હળવદ મામલતદારને જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા આવેદન આપેલ છે ત્યારે જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ આહીર, હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમાર, પ્રદેશના આગેવાન ઓબીસીના ડો.લખમણભાઇ કંઝારિયા, કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારિયા તેમજ સુરેન્દરનગરના ઓબીસી પ્રભારી નારણભાઇ સોનગ્રા, હળવદ ઓબીસી ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ, ગોપાલભાઈ ભરવાડ ઓબીસી મહામંત્રી ઓઘાભાઇ મહામંત્રી ઓબીસી બાબુભાઈ, ઓબીસી મંત્રી જીજ્ઞેશભાઇ પીપળીયા, રાજુભાઇ તેમજ હળવદ ઓબીસીના આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે
