માળીયાના ચમનપરમાં રાજયમંત્રી મેરજાની પ્રેરણાથી મેઘલાડુનું કરાયું આયોજન
સરકારે ભૂલનું પુનરાવર્તન કરતાં મોરબીમાં રહેતા પૂર્વ મંત્રીએ સીએમને કરી રજુઆત !
SHARE









સરકારે ભૂલનું પુનરાવર્તન કરતાં મોરબીમાં રહેતા પૂર્વ મંત્રીએ સીએમને કરી રજુઆત !
સરદાર સરોવર નર્મદા નિગમની કેનલો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જાય છે જો કે, તેની વાડી કચેરી અત્યાર સુધી રાજકોટ હતી જે બદલીને લીંબડી કરવામાં આવી છે ત્યારે અગાઉ કરવામાં આવેલ ભૂલનું પુનરાવર્તન સરકાર દ્વારા કરવામાં આવતા મોરબીમાં રહેતા રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ સીએમને રજુઆત કરીને આ કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવા માટેની માંગ કરેલ છે
મોરબીમાં રહેતા રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરદાર સરોવર નર્મદા નિગમની નહેરો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળે છે જો કે, અગાઉ તેની મુખ્ય કચેરી રાજકોટ ખાતે કાર્યરત હતી જેથી ખેડૂતો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, પાટડી સહિતના વિસ્તારના લોકોની સુખાકારી માટે આ કચેરીને સુરેન્દ્રનગરમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને રાજકોટના ધક્કા બંધ થાય તેમ હતા જો કે, આ કચેરીને હાલમાં લીંબડી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે અને વધુ અકે વખત ભૂલનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે જેથી કરીને નર્મદા કેનાલનો લાભ લેતા ખેડૂતોને લીંબડીના ધક્કા થશે જેથી કરીને સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવાની તેઓએ સીએમ સમક્ષ માંગ કરેલ છે
