મોરબીમાં પરિણિતાએ પતિને જુના પ્રેમ સંબંધ બાબતે પૂછતા પતિએ ઢીકાપાટુ વડે માર માર્યો
SHARE









મોરબીમાં પરિણિતાએ પતિને જુના પ્રેમ સંબંધ બાબતે પૂછતા પતિએ ઢીકાપાટુ વડે માર માર્યો
મોરબીના સામાકાંઠે શોભેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં પરણીતાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા સારવારમાં ખસેડવામાં આવી હતી.સારવાર લીધા બાદ ભોગ બનેલ ઉષાબેન મુકુલભાઈ સોલંકી નામની ૨૩ વર્ષીય મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે પોતાના પતિ મુકુલ દેવજી સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પતિ સાથે તેઓના જુના પ્રેમ સંબંધ બાબતે પૂછપરછ કરતા ઉશ્કેરાઈ જઈને પતિએ તેણીને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. બનાવ અંગે હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
ટ્રક હડફેટે ઈજા
વાંકાનેરના ધમાલપર-૨ વિસ્તારમાં રહેતા જગદીશ સામતભાઈ ધામેચા નામના ૪૮ વર્ષીય યુવાનને લીવોરા સીરામીક પાસે ટ્રક ચાલકે હડફેટ લેતા ઇજાઓ થવાથી સારવાર માટે અત્રેની મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના રહેવાસી કાંતિભાઈ ભગવાનજીભાઈ અગોલા નામના ૬૧ વર્ષીય આધેડ વાડીએ કામ કરતાં હતા તે દરમિયાન ટ્રેકટર પલ્ટી મારી જતા હાથના કાંડાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.
ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
ટંકારાના ત્રણ હાટડી ખડીયાવાસ વિસ્તારમાં રહેતા બચુભાઈ મોનાભાઈ મેરા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના નવાગામમાં જેડાવાસમાં રહેતા ફરીદાબેન ડાફુભાઇ નામની ૨૭ વર્ષીય મહિલા પોતાના પતિ સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
