મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન
મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-જેઠની ધરપકડ
SHARE









મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-જેઠની ધરપકડ
મોરબીની ખત્રીવાડમાં પરણીતાએ કરેલા આપઘાતના બનાવમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં મૃતક મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મોરબીમાં આવેલ ખત્રીવાડમાં પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના મોરબીની પખાલી શેરીમાં રહેતા પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે. બધા ખત્રીવાડ શેરી નં.-૨ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થયા હોવા છતા તને બાળક કેમ થતુ નથી તેવા મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા જેથી ફરિયાદીની દીકરીએ આપઘાત કરી લીધો હતો અને પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈને આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા આ ગુનામાં પોલીસે હાલમાં પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (૩૩) અને યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (૩૬) રહે. ખત્રીવાડ શેરી નં.-૨ વાળાની ધરપકડ કરેલ છે
યુવાન સારવારમાં
માટેલ રોડ ઉપર આવેલ સદભાવ સીરામીક નજીક રહેતા અને મજૂરી કામ કરતા ગોરખસિંગ ગૌરીસિંગ નામનો મજૂર કામ કરી રહ્યો હતો દરમિયાન તેને સાપ કરડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હળવદના ઇન્દ્રાણા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાથી બાઈકમાં બેઠેલા વનીબેન કુંભારિયા જાતે ભરવાડ નામના ૩૯ વર્ષીય મહિલાને ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાથી તે બાઈકમાં બેઠેલા નંદનીબેન કેતનભાઇ ચાવડા નામની યુવતીને ઈજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવી હતી.
આધેડ સારવારમાં
માળિયા મીયાણા નજીકના બોડકી ગામના રહેવાસી રમેશ વસ્તાભાઈ સુવારીયા નામના ૫૦ વર્ષીય આધેડ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી રમેશભાઈને સારવારમાં ખસેડાયા હતા. તો મોરબીના બેલા (આમરણ) ગામના રહેવાસી અશ્વિનભાઈ રામજીભાઈ કાસુન્દ્રા નામનો ૩૦ વર્ષે યુવાન વિનય વિદ્યામંદિર સ્કૂલ તરફથી પરત પોતાના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં વીરપડા ગામના પાટીયા નજીક તેના બાઇક આડે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા અશ્વિનભાઈને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
