વાંકાનેરના ઢુવા નજીક પગપાળા જતા ચાર યુવાનોને આઇસર ચાલકે હડફેટે લીધા
SHARE









વાંકાનેરના ઢુવા નજીક પગપાળા જતા ચાર યુવાનોને આઇસર ચાલકે હડફેટે લીધા
વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામ નજીક પગપાળા જઈ રહેલા ચાર યુવાનોને આઇસરના ચાલકે અડફેટ લેતા ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસેના સિમોજાં સિરામિક નજીક રહેતા અને મજૂરી કામ કરતા રાધવેશનભાઈ જયપ્રકાશ પ્રજાપતિ (૨૭), નિતેશ સ્વામીનાથ શાહ (૨૩), દીપક વિજયશંકર પ્રજાપતિ (૨૦) અને અંજનીકુમાર રામાશ્રેય પ્રજાપતિ (૨૧) નામના ચાર યુવાનો પગપાળા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેઓને આઇસરના ચાલકે હડફેટે લેતા ચારેય ઇજાગ્રસ્તોને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
મોરબીના રહેવાસી અલારખાભાઈ કાસમભાઈ નામનો ૪૦ વર્ષીય યુવાન બેલા નજીકના મનીષ કાંટા પાસે હતો ત્યાં અકસ્માતના બનાવમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તો મોરબીના સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતો સંજય નારણભાઈ બ્રાહ્મણ નામનો ૨૮ વર્ષે યુવાન સરતાનપર ચોકડી પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
અકસ્માતમાં બેને ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા જયેશ શિવાભાઈ સોલંકી ઉમર ૩૩ અને સુરેન્દ્રનગરના નવા તળાવ વિસ્તારમાં રહેતા પ્રવીણ મૂળજીભાઈ સોલંકી ૩૧ નામના બે યુવાનો ડબલ સવારીમાં બાઈકમાં પીપળી રોડ ઉપરથી જતા હતા ત્યારે વિવાન્ટા સીરામીકની પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંનેને ઇજાઓ થવાથી અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
