વાંકાનેરના ઢુવા નજીક પગપાળા જતા ચાર યુવાનોને આઇસર ચાલકે હડફેટે લીધા
ઉદ્યોગનું પતન: મોરબી જીલ્લામાં પોલિપેક ૭૦ ટકા કરતાં વધુ યુનિટ બંધ
SHARE









ઉદ્યોગનું પતન: મોરબી જીલ્લામાં પોલિપેક ૭૦ ટકા કરતાં વધુ યુનિટ બંધ
મોરબીની આસપાસના વિસ્તારમાં પોલિપેક ઉદ્યોગનો છેલ્લા વર્ષોમાં વિકાસ થયો હતો જોકે આજની તારીખ તરીકે પોલીપેક ઉદ્યોગ ઇન્ટર નેશનલ અને લોકલ માર્કેટમાં મંદી હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને ૧૭૦ યુનિટમાંથી લગભગ ૭૦ ટકા કરતાં વધુ યુનિટ આજની તારીખે બંધ છે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધી ગઈ છે તેની સાથો સાથ લોકોની રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે
સામાન્ય રીતે મોરબી જિલ્લાનું નામ આવે એટલે સીરામીક, નળિયા અને ઘડિયાળ આ ત્રણ જ પ્રોડક્ટ યાદ આવે છે પરંતુ ત્યારબાદ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર પેપરમીલ ઉદ્યોગ અને પોલીપેકનો ઉદ્યોગ પણ છેલ્લા વર્ષોમાં વિકાસ પામ્યો છે જો વાત કરીએ પોલીપેક ઉદ્યોગની તો છેલ્લા વર્ષોમાં મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા અને હળવદ તાલુકામાં પોલિપેકના ૧૭૦ કરતાં વધુ નાના મોટા યુનિટ કાર્યરત કરવામાં આવ્યા હતા જો કે, હાલમાં ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
મોરબી જિલ્લા પોલિપેક એસો.ના ઉપપ્રમુખ અશોકભાઇ હરણિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મોરબી જીલ્લામાં આવેલ પોલીપેકના ઉદ્યોગમાં હજારોની સંખ્યામાં લોકોને રોજગારી મળતી હતી પરંતુ છેલ્લા મહિનાઓની વાત કરીએ તો છેલ્લા મહિનામાં ૧૭૦ યુનિટમાંથી લગભગ ૭૦ ટકા કરતાં વધુ યુનિટને બંધ થઈ ગયા છે જેના પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહયો છે અને ડોલર સામે રૂપિયો તૂટી રહ્યો છે જેથી ચાઈનાને ટક્કર આપીને અહીના ઉદ્યોગકારોને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકવું મુશ્કેલ બની ગયું છે
મોરબીના કારખાનેદાર ફાલ્ગુનભાઈ પટેલ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, જિલ્લામાં આવેલા કારખાનાઓમાં મહિને ૪૦ થી ૪૫ હજાર ટન માલનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે જોકે છેલ્લા મહિનાથી માત્ર ૧૦૦૦૦ ટન માલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેના પાછળના મુખ્ય પરિબળોની જો વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રે મંદી, ખાંડ ઉદ્યોગ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને રાઈસ ફેક્ટરીઓમાં મોરબીના પોલીપેક યુનિટમાં બનતી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે તે ઉદ્યોગમાં મંદીની અસર હોવાના લીધે માલની માંગમાં ઘટાડો થયો છે અને હાલમાં પોલીટેકના કારખાના ચલાવતા કારખાનેદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સરકાર દ્વારા એક્સપોર્ટમાં પ્રોત્સાહન અને રો મટિરિયલ્સના ભાવ માટે કોઈ નીતિ નક્કી કરવામાં આવે તો જ આ ઉદ્યોગ માર્કેટમાં ટકી શકે તેમ છે
મોરબીના બીજા કારખાનેદાર ઉપેન્દ્રભાઈ ગઢીયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હાલમાં લોકલ માર્કેટમાં મંદી છે તેની સાથો સાથ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો કન્ટેનરના ભાડા વધી જવાના કારણે તેમજ અન્ય દેશમાં તેની સરકાર દ્વારા ત્યાના પોલીપેક ઉદ્યોગને બુસ્ટ કરવા માટે થઈને એક્સપોર્ટમાં બેનિફિટ સહિતની અનેક યોજનાઓનો લાભ આપવામાં આવે છે જોકે ભારતની અંદર પોલીપેક ઉદ્યોગને ૨૦૧૯ સુધી સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ તે યોજનાને બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને આ ઉદ્યોગને તેની પણ મોટી અસર જોવા મળી રહી છે
પોલિપેકના કારખાનામાં જે માલનું ઉત્પાદન કરવામાં આવે છે તેના માટે જે રોમટીરીયલની ખરીદી કરવાની હોય છે તેમાં માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે અને માલ કારખાનેદારને આપવામાં આવે તેમાં ફેરફાર હોય છે અને જે તે કંપની દ્વારા માલને મોકલવામાં આવે ત્યારે જે ભાવ હોય તે ભાવ મુજબ કારખાનેદારોને રૂપિયા આપવા પડે છે જેથી કરીને તેની કોઈ નીતિ નક્કી કરવામાં આવે તો પણ ઉદ્યોગકારોને ઘણો ફાયદો થાય તેમ છે જેથી કરીને મોરબીના આ ઉદ્યોગને ધમધમતો કરવા સરકાર દ્વારા કોઈ નીતિ લાવવામાં આવે અને એક્સપોર્ટ માટે થઈને પ્રોત્સાહન આપવામાં આવશે તો આ ઉદ્યોગ ફરી પાછો બેઠો થઈ શકશે નહીં તો હાલમાં ૭૦ ટકા કારખાના બંધ છે તેમાં આગામી દિવસોમાં વધારો થશે તે નિશ્ચિત છે
