મોરબીમાં જાતે જ બ્લેડ વડે હાથની નસ કાપી લેતા પરિણિતા સારવારમાં
SHARE









મોરબીમાં જાતે જ બ્લેડ વડે હાથની નસ કાપી લેતા પરિણિતા સારવારમાં
મોરબીના મુનનગર પાસે આવેલ સતનામ નગરમાં રહેતા દિવ્યાબેન જયદીપભાઇ પટેલ નામની ૨૨ વર્ષીય પરિણિતાએ જાતે જ બ્લેડ વડે પોતાના હાથની નસ કાપી લેતા તેણીને સારવાર માટે અહીંની નક્ષત્ર હોસ્પિટલમાં સાવરાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસને જાણ થતા એચ.એમ.ચાવડા તેમજ રાયટર સંજયભાઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યુ હતું કે પરિણીતા દિવ્યાબેન વારંવાર માવતરે જતા હોય પતિ દ્વારા વારંવાર માવતરે ન જવા માટે જણાવવામાં આવ્યું હતું તેથી તે બાબતે સામાન્ય ઝઘડો થતા ગુસ્સામાં આવીને તેઓએ ઉપરોક્ત પગલુ ભરી લીધું હતું..! જ્યારે મોરબી તાલુકાના વાઘપર ગામે ખેતરમાં રમી રહેલ નર્મીબેન કેવલભાઈ કૈડા નામની ૧૦ વર્ષની બાળકીને સાપ કરડી જતા તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આવેલ આઠ ઓરડી વિસ્તારમાં રહેતા મહાવીર મનોજભાઈ રાઠોડ નામના ૧૬ વર્ષીય યુવાનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે સામાકાંઠા આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.સામાકાંઠે આવેલ ત્રાજપર ગામે સમાજની વાડી પાસે મારામારીના બનાવવામાં માથાના ભાગે સળીયો લાગતા મહાવીર રાઠોડને સારવારમાં ખસેડાયો હોવાનો પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી મોહનભાઈ ભીમજીભાઇ રાઠોડ નામના ૭૧ વર્ષીય વૃદ્ધ પોતાનું લુના મોપેડ લઈને બગથળા નજીકથી જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા મોહનભાઈને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
