ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાતીપ્લોટમાં વર્ક ઓર્ડર આપ્યાના પાંચ મહિના પછી પણ ૧૫ ટકા કામ કરનાર એજન્સીને કરાર રદ કરવા નોટીસ 


SHARE













મોરબીના લાતીપ્લોટમાં વર્ક ઓર્ડર આપ્યાના પાંચ મહિના પછી પણ ૧૫ ટકા કામ કરનાર એજન્સીને કરાર રદ કરવા નોટીસ 

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારની કરોડો રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવા માટેનું કામ કોન્ટ્રાકટરને પાંચ મહિના પહેલા આપી દેવામાં આવ્યું છે તો પણ માત્ર ૧૫ ટકા જેટલું જ કામ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સ્ટ્રોમ વોટરની કામગીરી નબળી કરવામાં આવી છે જેથી કરીને ઉદ્યોગકારો સહિતના હેરાન થઈ રહ્યા છે જેથી કરીને ચીફ ઓફિસર દ્વારા કામ રાખનાર એજન્સીને કોન્ટ્રાકટ રદ કરવા માટેની નોટીસ ફટકારવામાં આવી છે અને હાલમાં જે કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેનો ખર્ચ કોન્ટ્રાકટરના બિલમાંથી વસુલવામાં આવશે તેવી જાણ પણ કરી દેવામાં આવી છે

મોરબીના લાતીપ્લોટ વિસ્તાર,આ રોડ રસ્તા, સ્ટ્રોમ વોટર સહિતની કામગીરી પાલિકા દ્વારા વઢવાણની હર્ષદીપ કન્સ્ટ્રકશન એજન્સીને આપવામાં આવી છે જો કે, એજન્સી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ નોટીસ ફટકારી છે જેમાં જણાવ્યુ છે કે, લાતીપ્લોટમાં સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાના કામનો વર્ક ઓર્ડર પાંચ મહિના પહેલા આપવામાં આવેલ હતો તો પણ માત્ર ૧૫ ટકા જ કામ કર્યું છે અને સ્ટ્રોમ વોટરના પાઈપ નાખવાનું કામ કર્યા બાદ યોગ્ય ફીલિંગ કરવામાં આવ્યું નથી જેથી લોકોને કાદવ, કીચડ સહિતની પીડા સહન કરવી પડી રહી છે જે અંગેની એજન્સીને ટેલીફોનીક જાણ કરી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી

આટલું જ નહીં સ્ટ્રોમ વોટરના કામ દરમ્યાન પાણીની પાઈપ લાઈન તોડી નાખી છે જેને રીપેર કરવા માટે વારંવાર ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી તો પણ પાણીની લાઈનનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી અને એજન્સી દ્વારા નગરપાલિકા સાથે થયેલ કરારની શરત નં. ૫, ૭ અને ૯ નો ભંગ કરવામાં આવેલ છે જેથી કરાર શા માટે રદ ન કરવો ?, તેનો ખુલાસો ચાર દિવસમાં માંગવામાં આવેલ છે અને એજન્સી તરફથી જે કામગીરી કરવાની હતી તે તેના દ્વારા કરવામાં આવેલ નથી જેથી લોકોની દુવિધાને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા તે કામગીરી કરવામાં આવી હતી જેના પાછળ થયેલ ખર્ચ એજન્સી પાસેથી બિલમાંથી વસુલવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે






Latest News