મોરબીમાં જાતે જ બ્લેડ વડે હાથની નસ કાપી લેતા પરિણિતા સારવારમાં
મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ
SHARE









મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ
દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જુના દેવળીયા ગામની સરકારી શાળા શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી દલસણિયા ધ્વનિત અનિલભાઈ ઉત્તીર્ણ થયો છે.તેમજ મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ખડોલા દક્ષ કિર્તનભાઈ પણ ઉત્તીર્ણ થયો છે.જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાઓનું ગૌરવ વધાર્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
૯ જુલાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ હતો.૭૪ માં સ્થાપના દિવસ નિમિતે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લામાં ૯ જુલાઈ વિદ્યાર્થી દિવસ નિમિતે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ નગર કારોબારીની ઘોષણા પણ કરાશે તેમ યાદીમાં જણાવાયેલ છે.
