મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત
SHARE









મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત
મોરબી નજીકના બગથળા ગામ થી માણેકવાડા તરફ જતા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા આધેડનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવવામાં મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા જેન્તીભાઈ પરસોતમભાઈ ચનિયારા જાતે પટેલ (ઉંમર ૫૫) પોતાનું બાઈક નંબર જીજે ૩ ઈડી ૬૬૯૩ લઈને ગત તા.૧૭/૬ ના સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ગામ માણેકવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે બગથળા થી માણેકવાડા ગામ તરફ જતા રસ્તા ઉપર આવતા ભગવતી કારખાના સામે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જયંતીભાઈ ચાનીયારાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના દીકરા હિતેશભાઈ જયંતીભાઈ ચાનીયારા જાતે પટેલ (ઉંમર ૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આધેડની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
