ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતદરે ઔષધીય તેમજ અન્ય રોપાઓનું વિતરણ


SHARE







કિસ્શોર

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતદરે ઔષધીય તેમજ અન્ય રોપાઓનું વિતરણ

દરવર્ષે મોરબીનાં લોકોને આયુર્વેદ તરફ વાળવા માટે ઔષધીય રોપાઓ જૂનાગઢ તથા તેના આસપાસના એરિયામાંથી ખરીદીને મોરબીનાં લોકો માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતભાવથી રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.આ વર્ષે પણ રોપાઓ લાવવામાં આવ્યા છે.જેમા હરડે, બહેડા, લીંડી પીપર વેલ, સિંદુરી, સાદડ અર્જુન, ફાલસા, રગત રોહિદો, આસિત્રો કરમદા, કોઠા, આંકોલ, પુત્રજીવા, ચરેલ, કાચનાર, ચણોઠી, અરીઠા, શિવલિંગી, સીસમ, અશોક, ખાખરો, ફણસ, વિકડો, માલણ, આમળા, પબડી, કડાયો, એલોવેરા, ઓક, પારિજાત, કપિલો, નગોડ, બ્રાહ્મણી વેલ, અરડૂસી, ગૂગળ વિગેરે.આ દરેક ઔષધીય રોપા રૂા.૨૦ ની ટોકન કિંમતે આપવામાં આવશે.રોપા લેવા આવતી સમયે વાહન અને જો વધુ રોપાઓ લેવાના હોય તો મદદગાર વ્યક્તિની વ્યવસ્થા કરીને આવવાનું રહેશે.રોપા વિતરણ તા.૧૦ જુલાઈને રવિવારે સવારે ૮ થી ૧ વાગ્યા સુધી કર્તવ્ય જીવદયા કેન્દ્ર માધવ ગૌશાળા પેહલ હરિ ૐ સ્ટોન પાસે રવાપર ઘુનડા રોડ ખાતે કરાશે.વધુ માહિતી માટે મો.૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવો.રોપા વિતરણ થકી જે પણ નફો થશે તે તમામ રકમ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં જ અબોલ જીવોની સેવામાં વાપરવામાં આવશે.






Latest News