મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા પ્રાથમિક સદસ્યતા અભીયાન યોજાયુ
મોરબીમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ
SHARE









મોરબીમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ
મોરબીમાં અસ્થિર મગજની યુવતી ની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જે અંગે જાણ થતાં હાલમાં ભોગ બનેલી યુવતીની માતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બના અંગે આગળની તપાસ હાથ ધરી છે.
મૂળ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના સીટી વિસ્તારમાં રહેતા પરિવારની અસ્થિર મગજની યુવતીની અસ્થિર મગજતાનો ગેરલાભ ઉઠાવીને એક ઇસમ દ્વારા તેણીની સાથે બળજબરીપૂર્વક જાતીય પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તેણીની ઈચ્છા વિરૂધ તેણીની સાથે બળજબરી કરવામાં આવી હોય ભોગ બનેલ યુવતીની માતા દ્વારા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે.જેમાં ભોગ બનેલ યુવતીની માતાના જણાવ્યા પ્રમાણે ત્રણેક માસ પહેલા ભોગ બનેલ અસ્થિર મગજની યુવતી સાથે કુકર્મ આચરવામાં આવ્યું હતું.જેને લઇને હાલમાં પોલીસ દ્વારા જયેશ ઉર્ફે લાલો અશ્વિન લોહાણા રહે. આવાસ યોજનાના ક્વાર્ટરમાં બાયપાસ મોરબી વાળા વિરુદ્ધ કલમ ૩૭૬ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જેની તપાસ એસસીએસટી સેલના ઇનચાર્જ ડીવાયએસપી પઠાણ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં બે ને ઇજા
મોરબી તાલુકાના જોધપર (નદી) ગામના રહેવાસી વિરાજ મનસુખભાઇ કાવર અને નિકુંજ રમેશભાઇ ભાલોડીયા નામના બે યુવાનો બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે જોધપર ગામ પાસે આવેલ મચ્છુ ડેમ નજીક તેમના બાઇકને અજાણી કારના ચાલક દ્વારા હડફેટ લેવામાં આવતા બંને યુવાનોને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સનાળા રોડ ઉપર નાની કેનાલ પાસે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ કેશવલાલ પટેલ નામના ૬૦ વર્ષના આધેડ વીસી ફાટક સર્કલ નજીક ઉભા હતા ત્યાં બોલેરો ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ઉપર તાડપત્રી લગાવવા જતા સમયે ટ્રક ઉપરથી નિચે પડી જતા રાજસ્થાનના રહેવાસી રતન તુલસીભાઈ ડાંગી નામના ૪૭ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે હળવદના દીઘડીયા ગામના ભુપતભાઇ શંકરભાઈ કાંજીયા નામના ૪૯ વર્ષીય આધેડ હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસેથી બાઈક લઈને જતા હતા તે દરમિયાન તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
