મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજાર લોકોએ મુલાકાત લીધી


SHARE









મોરબીના સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજાર લોકોએ મુલાકાત લીધી

આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં ૩૦ જૂનથી ૬ જુલાઇ દરમિયાન ૭ દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સખી મેળામાં (૫૨) બાવન વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, ફુડ પ્રોડક્ટ, ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ૮ જેટલા ફુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન ૪૭,૪૩૦ લોકોએ આ સખી મેળાની મુલાકાત લીધી હતી અને સખી મંડળો દ્વારા રૂ .૧૮,૮૪,૯૯૦ નું વેચાણ કરવામાં આવ્યું હતું.




Latest News