મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !
મોરબીમાં આસ્વાદ પાન પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળ્યું !
SHARE









મોરબીમાં આસ્વાદ પાન પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળ્યું !
મોરબીના મહેન્દ્રપરા પાસે કરવામાં આવેલ કચરાના ઢગલામાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને લોકોએ ચેક કરતાં ત્યાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને બાળકને સારવારમાં ખસેડાયું હતું
મોરબીમાં આસ્વાદ પાન પાસે આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં રોડ ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાંથી બાળકને રડવાનો અવાજ આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાને સાથે લઈને ઘટના સ્થળે પહોચી હતી અને નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડાયું હતું અને આ બાળકને ત્યાં કચરામાં કોણ ફેંકી ગયું તે પ્રશ્ન હજુ ઊભો છે જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
