ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !


SHARE







મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !

મોરબી જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ હાઇવે આજે બપોરના બે વાગ્યાથી બંધ થઈ ગયો છે કારણ કે આ રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે જેના ડાયવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાથી હાલમાં ડાઈવર્જન સંપૂર્ણ ધોવાઈ ગયું છે જેથી કરીને વાહન માટે થઈને ડાયવર્જનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં જામનગર થી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટરથી વધુ ફરવા માટે જવું પડી રહ્યું છે

જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટે થઈને કોસ્ટલ હાઈવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને મોરબી જિલ્લાના આમરણ પાસેથી આ રસ્તો પસાર થતો હોય તે રસ્તાને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને રસ્તામાં આવતા પુલિયા, નાલાઓને પણ મજબૂત બનાવવા માટેની કામગીરીના ભાગરૂપે તે નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે દરમ્યાન હજનારી ગામ પાસે નવો પુલ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને લગભગ ત્રણથી ચાર મહિના પહેલા સ્થાનિક ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ કરવા માટે અને ડાઈવર્જનને મજબૂત બનાવવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તે મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે બીલીયા, બગથળા સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હાલમાં હજનારી પાસે જે ડાઈવર્જન બનાવવામાં આવ્યું છે એ ડાઇવર્જન ઉપર પાણી ફરી વળ્યું છે જેના લીધે ડ્રાઈવર્જન સંપૂર્ણ તૂટી ગયો છે જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને બપોરના બે વાગ્યાથી આ રસ્તા ઉપર થી વાહનો પસાર થઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને હાલમાં જામનગર થી કચ્છ બાજુ અથવા તો કચ્છ બાજુથી જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે જોવો પડે છે






Latest News