મોરબીમાં આસ્વાદ પાન પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળ્યું !
મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં શ્લોક ફેફર અને શોર્ય પાડલીયા પાસ
SHARE









મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં શ્લોક ફેફર અને શોર્ય પાડલીયા પાસ
દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોરબી તાલુકાનાં ચાચાપર ગામના રહેવાસી ભાવેશભાઈ સુંદરજીભાઈ ફેફરના દીકરો શ્લોક મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ભણે છે તેને પણ પરીક્ષા આપી હતી અને તે મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાને પાસ થયેલ છે મોરબીના તાલુકાનાં વાંકડા ગામે રહેતા સિરામિક ઉદ્યોગપતિ જયેશભાઇ પાડલીયા (લીવાંટો સિરામિક)નો દીકરો શોર્ય જયેશભાઇ પાડલીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને તેને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૨૧ માં આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને પાસ થયા હતા આમ જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાઓનું ગૌરવ વધાર્યું છે.
