મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં શ્લોક ફેફર અને શોર્ય પાડલીયા પાસ
મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રા યોજાઇ
SHARE









મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રા યોજાઇ
આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્ર દ્વારા વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાનુ આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રા રવાપર ચોકડીથી શરુ થઈ હતી અને ગાંધીચોકથી ઉમીયા સર્કલ થઇને રવાપર ચોકડી પૂરી કરવામાં આવી હતી આ રથયાત્રામા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન હતા અને વરસતા વરસાદે ભક્તજનો દ્વારા ભગવાનના રથ ખેંચવામાં આવ્યા હતા અને લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આ યાત્રામાં જોડાયા હતા અને આ યાત્રાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનારા તમામ નો આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્રના સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
