મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
માળીયા (મી)માં સસરાના ખેતરમાં ભેંસને કાઢવા ગયેલા જમાઈને શોર્ટ લગતા મોત
SHARE









માળીયા (મી)માં સસરાના ખેતરમાં ભેંસને કાઢવા ગયેલા જમાઈને શોર્ટ લગતા મોત
માળીયા નજીક હાઇવે પાસે આવેલ ઓનેસ્ટ હોટલની પાછળના ભાગમાં સસરાના ખેતરમાં ઘૂસી ગયેલ ભેંસને કાઢવા માટે જમાઈ ગયો હતો ત્યારે તે જમાઈને ઇલેક્ટ્રીક શોટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલની પાછળના ભાગમાં રાખોલીયા વાંઢ ખાતે આવેલ ગુલામભાઈ અયુબભાઈ મોવરના ખેતરમાં ભેંસ ઘૂસી ગયેલ હતી જેથી કરીને તેના જમાઈ ફતેહમહમદભાઈ નથુભાઈ જામ જાતે મિયાણા (ઉંમર ૩૫) રહે. રાખોલીયા વાંઢ વાળા તેને કાઢવા માટે ગયા હતા ત્યારે ઈલેક્ટ્રીક પોલની પાસે તેને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને મૃતકના ભાઈ જુનસભાઈ નથુભાઈ જામએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આધેડનું મોત
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ બોફો સિરામિકની ઓરડીમાં રહેતા ઉમરાવસિંહ ખુશીલાલ આહીરવાર જાતે જાપટ (ઉંમર ૫૨) ને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ઢુવા પાસે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરેલ અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
