માળીયા (મી)માં સસરાના ખેતરમાં ભેંસને કાઢવા ગયેલા જમાઈને શોર્ટ લગતા મોત
મોરબીના મોડપર ગામે મકાનમાંથી ૩૮ બોટલ દારૂ ઝડપાયો: બુટલેગરની શોધખોળ
SHARE









મોરબીના મોડપર ગામે મકાનમાંથી ૩૮ બોટલ દારૂ ઝડપાયો: બુટલેગરની શોધખોળ
મોરબી તાલુકાના મોડપર ગામે મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૩૮ બોટલ દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે ૧૪૨૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરધણી હાજર ન હોવાથી તેના સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા ઝાલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૩૮ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૧૪૨૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરધણી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા ઝાલા ઘરમાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
બે બોટલ દારૂ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળના ભાગમાંથી પસાર થયેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૬૦૦ ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને રાજ ઉર્ફે કાનો ચંદુભાઈ પૈજા જાતે વ્યાસ (ઉંમર ૨૧) રહે. સંતકબીર સોસાયટી સમજુબા સ્કૂલની બાજુમાં વાવડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
