મોરબીના મોડપર ગામે મકાનમાંથી ૩૮ બોટલ દારૂ ઝડપાયો: બુટલેગરની શોધખોળ
હળવદમાં કે.કે. કન્સ્ટ્રક્શન નામની દુકાનમાંથી ૩૮ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
SHARE









હળવદમાં કે.કે. કન્સ્ટ્રક્શન નામની દુકાનમાંથી ૩૮ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
હળવદ શહેરમાં દિવ્યા પાર્ક-૨ બહાર રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં કે.કે. કન્સ્ટ્રક્શન નામની દુકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી ૩૮ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે હાલમાં દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં આવેલ દિવ્યા પાર્ક-૨ ની બહારના ભાગમાં આવેલ કોમ્પલેક્ષમાં કે.કે. કન્સ્ટ્રકશન નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તે દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી-જુદી બ્રાન્ડની દારૂની ૩૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૮૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનમાંથી ખેંગારભાઈ રામજીભાઈ કલોતરા જાતે રબારી (ઉંમર ૩૨૦ રહે. ઈશ્વરનગર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક મોબાઈલ સહિત ફૂલ મળીને ૧૩૮૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ શખ્સે દેવળીયા ગામે રહેતા ફિરોજભાઈ ઇસાભાઇ મીયાણા પાસેથી દારૂની બોટલો લીધી હોવાની કબુલાત આપી હોય તેની સામે પણ પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે શરૂ કરેલ છે
જુગારી પકડાયા
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ પાસે રિલાયન્સના પેટ્રોલ પંપની બાજુમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રાકેશભાઈ હીરાભાઈ સોલંકી, કાળુભાઈ જેરામભાઈ સાલાણી, જયસુખભાઈ મનસુખભાઈ સારેસા અને વિજયભાઈ વિનોદભાઈ વાઘેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ દ્વારા તેની પાસેથી ૧૦૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
