મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ


SHARE

















મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬માટેની પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે .આ પરીક્ષા ધોરણ -પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે .આ પરીક્ષા ઉતીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ,પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામની શ્રી નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ પાસ થયેલ છે અને જવાહર નવોદયની અતિ કઠિન મનાતી  પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા,ઘુંટુ ગામ અને શ્રી નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવેલ છે

માળીયા તાલુકાનાં વર્ષામેડી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ જવાહર નવોદયમાં પ્રવેશની પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી મિયાત્રા ધર્માંયું પરેશભાઈ પાસ થયો છે. જેથી શાળાના આચાર્ય સોલંકી વિનુભાઈ તેમજ સ્ટાફ દ્વારા મિયાત્રા ધર્માંયુંને અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે માળીયાના નાનાદહીંસરા ગામની નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાડજા વિશ્વા જીગ્નેશભાઈએ પણ પરીક્ષા આપી હતી અને તે આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેથી નાનાદહીંસરા ગામ અને શાળાનું ગૌરવ વધારનારી દીકરી ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે 




Latest News