મોરબીની સબ જેલમાં ઈદ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્રારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્રારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન
ભારત વિકાસ પરિષદ દ્રારા દેશના વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ અને બળવતર બને તેવા ઉમદા હેતુથી દર વર્ષે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” નુ આયોજન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૨ શાખા, પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેવાનાં નિયમોમાં ભા.વિ.પ. ના મોરબી શાખાનાં વિસ્તારમાં આવેલ કોઈપણ શાળા ભાગ લઈ શકશે, ધો. ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને દરેક ટીમમાં ૬ થી ૮ વિદ્યાર્થીઓની સંખ્યા રહેશે, કોઈપણ સંગીત શાળાઓ કે સંગીત સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી, સ્પર્ધા હિન્દી તેમજ સંસ્કૃત એમ બે વિભાગમાં રહેશે, બે માંથી કોઈપણ એક વિભાગમાં ટીમ ભાગ લઈ શકશે, ભાગ લેનાર દરેક ટીમએ સંગીત વાદ્યો તથા વાદકોને પોતાની સાથે લાવવાનાં રહેશે. વાદ્યોની સંખ્યા વધુમાં વધુ ત્રણ રહે તેમજ વિદ્યુત અથવા બેટરીથી ચાલતા વાદ્યોનો ઉપયોગ કરી શકાશે નહી, સ્પર્ધકોએ “રાષ્ટ્રીય ચેતના કે સ્વર” પુસ્તિકામાંથી જ કોઈ એક ગીત હિન્દી/સંસ્કૃત ભાષામાં ગાવાનું રહેશે. દરેક ટીમને ગીત રજૂ કરવા માટે ૭ મિનીટની સમય મર્યાદા રહેશે. દરેક ગીતનો રાગ કે ઢાળ YouTube પર જોવા-સાંભળવા મળશે.
“રાષ્ટ્રીય ચેતના કે સ્વર” પુસ્તિકાની સોફ્ટકોપીની લિંક https://bvpindia.com/projects/national-group-song-competition/songs/ કુલ ૧૦૦ ગુણ રહેશે જે સંગીત યોજના, સ્વર, તાલ, ઉચ્ચારણ તથા પ્રસ્તુતીકરણ વગેરેમાં વહેંચાયેલ રહેશે, સ્પર્ધામાં શાખા સ્તરે પ્રથમ આવનાર ટીમ આગળના સ્તરે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. જેની વધારે માહિતી વિજેતા ટીમને આપવામાં આવશે, સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમના તમામ સદસ્યોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. અને વધુ માહિતી માટે ધ્રુમીલભાઇ આડેસરા (૯૫૩૭૬ ૬પપ૦૦), હિંમતભાઇ મારવણીયા (૯૮૨૫૯ ૬ર૭૭૦), અશ્વિનભાઈ રાઠોડ (૯૭૨૬૯ ૨૧૩૮૪) અને ડો. જયેશભાઈ પનારા (૯૮૨૫૬ ૨૧૨૧૪) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
