મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્રારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન
ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાયું
SHARE









ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાયું
ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રા.શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાની કલમથી લખાયેલ બાળકાવ્ય સંગ્રહ પરીબાઈની પાંખે કાવ્યના વિમોચન કાર્યક્રમ ટંકારા તાલુકાની આર્યમ્ વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં જાણીતા સાહિત્યકાર યશવંત મહેતા, નટવર ગોહેલ, ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, ગોપાલ પટેલ, કમલેશ કંસારા, ડો.સતિષ પટેલ, પ્રકાશ કુબાવત વગેરે લેખકો તેમજ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, ઇનચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા અને શિક્ષણવિદો, રાજકીય હસ્તીઓ, શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી. વગેરે હાજર રહ્યા હતા અને ઓડીઓ વીડિયોના માધ્યમથી બાળ કાવ્યના લેખિકા જીવતીબેન પીપલીયાને બાળ કાવ્ય સંગ્રહ દ્વારા બાળકોની કલ્પના શક્તિ વિકસાવવાની સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી, વધાવી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પૂર્વ નાયબ નિયામક ડો.ચેતનાબેન વ્યાસ લિખિત પુસ્તક યોગ વિયોગ અને મહર્ષિ દયાનંદ સરસ્વી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક અર્પણ કરી ખેસ પહેરાવી તમામનું અદકેરું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ રાજકોટિયા, રમણિકભાઈ વડાવિયા, દેવ પડસુંબિયા, ડાયાલાલ બારૈયા તેમજ આર્યમ વિદ્યાલયના આચાર્ય, સંચાલક અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
