મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે


SHARE







મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે

મોરબી નજીકના બેલા-રંગપર પાસે આવેલ ખોખરા હનુમાનજી ધામ તા.૧૪/૦૮ ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અને સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે

આ તકે સાંસદઓ,ધારાસભ્યઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે  મોરબીને હરિયાળું બનાવવા શ્રી ખોખરા હનુમાનજી ધામ ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ તા.૧૪/૦૮ ના સાંજે ૬ કલાકે એપીએમસી, મોરબી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.

 






Latest News