મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

નર્મદા નિગમ મેઇન ઓફિસ સુરેન્દ્રનગરમાં કાર્યરત કરો: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને કરી રજૂઆત


SHARE









નર્મદા નિગમ મેઇન ઓફિસ સુરેન્દ્રનગરમાં કાર્યરત કરો: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને કરી રજૂઆત

સરદાર સરોવર નર્મદા નિગમની કેનલો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જાય છે જો કે, તેની વાડી કચેરી અત્યાર સુધી રાજકોટ હતી જે બદલીને લીંબડી કરવામાં આવી છે જેથી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને રજુઆત કરીને આ કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવા માટેની માંગ કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતાના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરદાર સરોવર નર્મદા નિગમની નહેરો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળે છે જો કે, અગાઉ તેની મુખ્ય કચેરી રાજકોટ ખાતે કાર્યરત હતી જેથી ખેડૂતો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, પાટડી સહિતના વિસ્તારના લોકોની સુખાકારી માટે આ કચેરીને સુરેન્દ્રનગરમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને રાજકોટના ધક્કા બંધ થાય તેમ હતા જો કે, આ કચેરીને હાલમાં લીંબડી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે તેના બદલે આ કચેરીને સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવાની તેઓએ સીએમ સમક્ષ માંગ કરેલ છે




Latest News