મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?


SHARE









મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?

થોડા સમય પહેલા વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વ જ્ઞાતિનું સંમેલન રાખવામા આવ્યું હતું તેના સ્થળની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ(નાત જમણ) નું આયોજન કરવામાં આવ્યું હતી અને તા ૧૭ ના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો જો કે, તે તારીખ નિશ્ચિત છે પરંતુ સ્થળમા ફેરફાર કરવામાં આવેલ છે અને રઘુવંશી સમાજનુ નાત જમણ રદ કરાવવાની નીચ ચેષ્ઠા કરનારા લોકોને સમસ્ત ગુજરાતનો રઘુવંશી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭ રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદનુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે  કરવામા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ  હીન કૃત્ય કરવામા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો લાલઘુમ થયા છે. અને સંમેલન તા.૧૭-૭ ને રવીવારના રોજ મોરબી ખાતે જ યોજાશે. અને સંમેલન તથા મહાપ્રસાદનુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવામા આવ્યુ છે

આ સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજના નાતજમણનુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવામા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. આ સંમેલન યોજાઈને જ રહેશે અને રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકોને જળબાતોડ જવાબ આપવા ગામેગામથી રઘુવંશી સમાજના આગેવાનોને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવામા આવેલ છે. તેવું રામધામના પ્રણેતા અને લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ છે




Latest News