વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE









મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના શનાળા રોડ પર આવેલ વોકળામાં વરસાદી પાણીનો ચોમાસામાં નિકાલ થાય છે અને બાકીના મહિનાઓમાં ત્યાં ગંદકી હોય છે જેથી કરીને આ ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા માટે અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે ત્યાં પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબી વૈદ સભાના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શનાળા રોડે ગુરુ દત્તાત્રેય મંદિર સામેના વોકળામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી કરીને દર વર્ષે ચોમાસામાં ત્યાંની દીવાલ તોડવામાં આવે છે  અને ફરી પછી દીવાલ બનાવવામાં આવે છે જેથી કરીને વારંવાર દીવાલ તોડવાને બદલે ત્યાંની ગંદકી દૂર કરવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વોકળા ઉપર  સ્લેબ ભરીને ત્યાં વાહન પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે દર વર્ષે કરવામાં આવતો ખર્ચ બંધ થઈ જશે ને લોકોની સુવિધામાં વધારો થશે




Latest News