મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર  શખ્સ ૨૦૪૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર  શખ્સ ૨૦૪૫૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (ઉંમર ૨૫), રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા (ઉમર ૨૩), અજયભાઈ નથુભાઈ સાલાણી (ઉમર ૨૪) અને અમીત નવઘણભાઈ આંત્રેસા (ઉંમર ૨૫) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૫૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરની ઘાંચી શેરીમાં રહેતા મકબુલભાઈ ઇસાકભાઈ સેડાત મોરબીના ખાખરાળા ગામ થી પીપળીયા ચોકડી તરફ એકટીવા લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું એક્ટિવા સ્લીપ થઈ જવાથી મકબુલભાઈને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતા રમેશભાઈ કરસનભાઈ અગેચાણીયા (ઉંમર ૩૨) રહે. ત્રાજપર વાળા પડી ગયા હતા જેથી તેને ઇજા થઈ હતી માટે આ યુવાનને સારવારમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News