મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

ક્રાઇમ રેટ ઘટ્યો !: મોરબીના વીરપર પાસે આરોપીને પકડવા ગયેલ ટંકારા પોલીસ-એલસીબીની ટીમ ઉપર હુમલો


SHARE









ક્રાઇમ રેટ ઘટ્યો !: મોરબીના વીરપર પાસે આરોપીને પકડવા ગયેલ ટંકારા પોલીસ-એલસીબીની ટીમ ઉપર હુમલો

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસે હોટલ નજીક નાસતા ફરતા આરોપી હોવાની ટંકારા પોલીસે અને એલસીબીની ટીમને બાતમી હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ જવાનને માથામાં લાકડી મારીને ઝપાઝપી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા પોલીસ જવાને હાલમાં ટંકારા પોલીસ સ્ટેશને બે શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉંમર ૨૯) રહે. મોરબી બાયપાસ રોડ તુલસી પાર્ક સોસાયટી અને મચ્છલાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરુ જાતે ભરવાડ (ઉંમર ૨૧) રહે. રાજકોટ કાલાવડ રોડ કોટેચા ચોક નાલંદા સોસાયટી શેરી નં-૫ વાળા મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ નજીક દ્વારકેશ હોટલ પાસે હોવાની હકીકત મળી હતી જેના આધારે આરોપીને પકડવા માટે થઈને ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં સ્થળ ઉપર ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસની સાથે ધક્કા મૂકી કરી હતી અને જપાજપી કરી હતી અને ત્યારે નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન વિપુલભાઈ બાલાસરાને માથાના ભાગે ડાબી બાજુ લાકડી મારી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જેથી હાલમાં ભોગ બનેલા વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા (ઉંમર ૩૦)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા અને મચ્છલાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરુની સામે આઇપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૫૦૬ (૨) અને જીપીએફ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવ્યા હતા ત્યારે તેને મોરબી પોલીસની કમગિરિની સમિક્ષા કરીને પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, મોરબી જીલ્લામાં ક્રાઇમ રેટ ઘટ્યો છે જો કે, જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓ દ્વારા એલસીબી અને ટંકારા પોલીસ ઉપર જે રીતે હુમલો કરવામાં આવેલ છે તે જોતાં ક્રાઇમ રેટ ઘટ્યો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે જો કે, ગુણખોરોની હિંમત વધી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી






Latest News