મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે


SHARE









મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે

મોરબીના રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે તા.૧૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારગામથી જ્ઞાતિ અગ્રણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે

મોરબીમાં કાલે રવિવારના રોજ સાંજે ૬ કલાકે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન તથા મહાપ્રસાદ (નાત જમણ) નુ અનેરુ આયોજન કરવામા આવેલ છે. રઘુવંશી મહાસંમેલનને ગામેગામથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિવિધ શહેરો તેમજ મથકો પરથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેથી વ્યવસ્થાના ભાગરૂપે ચોમાસુ હોવાથી વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવેલ છે આ સંમેલન પટેલ સમાજ વાડી, રાજપર ખાતે યોજાશે આ તકે બહારગામ થી આવનાર મહાનુભવોએ મોરબીમા કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે મોરબી લોહાણા સમાજ અગ્રણી વિવેકભાઈ મીરાણી (૯૬૩૮૮ ૯૯૯૦૯) અને ભાવીનભાઈ સેજપાલ (૮૫૧૧૧ ૧૧૪૪૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વિવેકભાઈ તરફથી દરેક આગેવાનો માટે વ્યવસ્થા કરવામા આવશે




Latest News