મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિને માર મરનારી પત્ની, પુત્ર અને સસરાની ધરપકડ


SHARE









મોરબીમાં પતિને માર મરનારી પત્ની, પુત્ર અને સસરાની ધરપકડ

 મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગની પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે થઈને પોતાની પત્નીને કહ્યું હતું જે બાબતે તેની પત્ની અને દીકરાને સારું ન લાગતાં પત્ની-દીકરા અને સસરાએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલા યુવાને તેની પત્ની, દીકરા અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળના ભાગમાં પૂજા હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રીનહીલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૩ માં રહેતા જયેશભાઈ મહેન્દ્રભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૪૬) એ તેના પત્ની વંદનાબેન જયેશભાઈ જોશી, દીકરો નીલકંઠ જયેશભાઈ જોશી અને સસરા શ્યામસુંદર હરિલાલ શાસ્ત્રી રહે. બધા ગ્રીનહીલ્સ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેણે પોતાના ઘરની અંદર સીસીટીવી કેમેરા લગાવવા માટે કહ્યું હતું જે તેની પત્ની વંદનાબેન અને દીકરા નીલકંઠને સારું લાગ્યું ન હતું અને તેઓએ તેમની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સસરા શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રીએ પણ ઢિકાપાટુનો માર મારી, ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ફરિયાદીની પત્ની વંદનાબેન જયેશભાઈ જોશી (૪૩), દીકરો નીલકંઠ જયેશભાઈ જોશી (૧૯) અને સસરા શ્યામસુંદર હરિલાલ શાસ્ત્રી (૮૩) રહે. બધા ગ્રીનહીલ્સ એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરેલ છે

સાપ કરડી જતા સારવારમાં

માળિયા મીયાણા તાલુકાના નવા વાધરવા ગામે રહેતા સકીનાબેન વસંતભાઈ આદિવાસી નામની નવ વર્ષની બાળકીને વાડી વિસ્તારમાં સાપ કરડી ગયેલ હોય તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી જ્યારે માળિયા મિયાણાના મંદરકી ગામે નિશાબેન ડેલેસભાઈ નામની સાત વર્ષની બાળકીને પણ ઝેરી જનાવર કરડી જતાં તેને પણ મોરબીની હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યારે હળવદના રહેવાસી સંજયભાઈ ચંદુભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના યુવાને તેના ઘેર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સિવિલે લવાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતા પ્રદીપભાઈ કાંતિલાલ ધામેચા નામનો ૪૭ વર્ષનો યુવાન મહેન્દ્રપરા મેઇન રોડ ઉપરથી બાઈકમાં જતો હતો દરમિયાનમાં હનુમાન મંદિર પાસે તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યારે સનાળા ગામે રહેતા કિશોરસિંહ છત્રસિંહ જાડેજા નામના ૪૮ વર્ષના યુવાનને ગામના ઝાપા પાસે બાઈક સ્લીપ થવાથી જીયા થતાં આયુષ હોસ્પિટલે સારવારમાં લાવ્યા હતા




Latest News