મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીમાં શેરીમાં કચરો-એઠવાડ નાંખવાની બાબતે સામસામી બહબહાટી


SHARE









મોરબીમાં શેરીમાં કચરો-એઠવાડ નાંખવાની બાબતે સામસામી બહબહાટી

મોરબીના જેલ ચોક સામે આવેલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે શેરીમાં એઠવાડ તેમજ કચરો ફેંકવા મુદ્દે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં બંને પક્ષેથી સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સામસામે ફરિયાદો નોંધાવાતા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં કામ કરતા અને મોરબીના જેલ ચોકની સામે વાલ્મિકીવાસ નજીક વજેપર શેરી નંબર-૬ માં રહેતા અરૂણભાઇ ભીખાભાઈ પરમાર નામના ૫૨ વર્ષીય આધેડે તેમના બાજુમાં રહેતા ભાવેશ પ્રભુભાઇ વાઘેલા અને મનીષ પ્રભુભાઇ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સામેવાળાઓ તમે શેરીમાં કચરો અને એઠવાડ કેમ નાંખો છો..? તેમ કહીને ઝઘડો કરવા આવ્યા હતા અને બોલાચાલી કરતા હતા અને ગાળો આપતા હતા તેથી અરૂણભાઇએ ગાળો આપવાની ના પાડતાં ભાવેશ દ્વારા તેમને ઠીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જ્યારે મનીષે ધોકા વડે તેમના હાથે કોણીના ભાગે માર મારતા તેઓને ઈજા પહોંચી હતી અને બંને દ્વારા અરુણભાઈ પરમારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જેથી હાલ ભોગ બનેલ અરૂણભાઈ પરમારે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા આ અંગે ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેની આગળની તપાસ એએસઆઈ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

જ્યારે સામા પક્ષેથી ચેતનાબેન ધનજીભાઈ વાઘેલા નામની ૨૫ વર્ષીય મહિલાએ પણ અરૂણભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, શેરીમાં કચરો તેમજ એઠવાડ નાંખવાની તેઓએ અરૂણભાઈને ના પાડી હતી જેથી કરીને તેમને તથા તેમના સાસુ જશુબેન સાથે અરૂણભાઈએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઝપાઝપી કરી ધક્કો મારીને પાડી દેતા સાસુ-વહુને મુઢ ઇજાઓ પહોંચી હતી. હાલ ચેતનાબેન વાઘેલાની ફરિયાદ ઉપરથી પોલીસે અરૂણભાઇ પરમાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી હતી અને તે અંગે પણ એએસઆઈ જે.એ.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાનનું મોત

મોરબીના ટંકારા તાલુકાના મહેન્દ્રપુર ગામના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કરશનભાઈ મુંદડીયા જાતે પટેલ નામનો ૪૦ વર્ષનો યુવાન કાર ડ્રાઇવ કરીને જતો હતો તે દરમિયાનમાં તેને હાર્ટ એટેક આવી જતા બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં તબીબે જોઇ તપાસીને પ્રકાશભાઈ મુંદડીયાને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.






Latest News