ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરામાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં જ મોત


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરામાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં જ મોત

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનોનું મૃત્યુ નીપજ્યું છે જેથી આ બનાવવાની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા સરવનભાઈ રામભાઈ ભીલ (૩૦) નામનો યુવાનને પરેશભાઈ પટેલની વાડીએ હતો ત્યારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં પ્રથમ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે, તા. ૧૫ ના સવા આઠ વાગ્યે તેનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

ચાર બોટલ દારૂ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાઉભાજી નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસ દ્વારા ૧૫૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મહેશભાઈ દાનાભાઈ જારીયા જાતે બોરીચા (ઉંમર ૩૩) રહે. રવાપર ગામ રામજી મંદિર વાળી શેરી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News