મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE









વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર મહિલા સહિત ચાર દ્વારા કબ્જો કરી લેવામાં આવેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓએ વકીલ મારફતે જમીન મુક્ત થવા માટે અરજી મૂકી હતી ત્યાર બાદ મોરબીની સ્પે. કોર્ટના જજે બંને પક્ષની દલીલ ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કરેલ છે

વાંકાનેરના તાલુકાના ચંદુપુર ગામે રહેતા હનીફાબેન ગુલામહશેન શેરસીયાએ વાંકાનેરના ચંદૂપુર  ગામની ખેતીની જમીન સર્વે નં-૧૧૪ પૈકી ૨ તથા ૩ રજી. વેંચાણ દસ્તાવેજથી ૨૦૨૦ ની સાલમાં ખરીદ કરી હતી તે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે તે જ ગામના આરોપીઓ સોયબ ગુલાબ, ફૈઝલ ગુલાબ, અહેમદ ગુલાબ તથા તેની માતા રોશનબેન ગુલાબ સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ તેમજ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી સહિતની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સોયબ ગુલાબભાઈ, ફેબ્રુલ ગુલાબભાઈ, એહમદ ગુલાબભાઈ તથા રોશનબેન ગુલાબભાઈની ધરપકડ કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને આરોપીઓને જેલમા મોકલેલ હતા અને આરોપીઓએ પોતાના વકલી મારફતે જામીન પર છૂટવા જામીન અરજી કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો ધ્યાને લઈને મોરબીની સ્પે. કોર્ટના જજ એસ.પી. જોષીએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ તથા કોશિકભાઈ એ. ભટ્ટ રોકાએલ હતા




Latest News