મોરબીના લાલપર ગામેથી ચોરાઇ ગયેલ ગાડીનો ૨.૦૨ લાખનો વીમો મંજૂર: લાલજીભાઈ મહેતા
માળીયા (મી)ના નાનભેલા- મોટાદહીંસરાના રોડના કામમાં લોમલોલની સીએમને રજૂઆત
SHARE









માળીયા (મી)ના નાનભેલા- મોટાદહીંસરાના રોડના કામમાં લોમલોલની સીએમને રજૂઆત
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નાનભેલાથી મોટાદહીંસરાને જોડતા રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં સરકારના આગેવાનોની નજર સામે જ કામમાં લોમલોલ ચાલે છે તો પણ કોઈ કશું બોલતા નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરીએ સીએમને રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના નાનભેલાથી મોટાદહીસરાને જોડતા રોડનું કામ ચાલુ છે અને મેટલિંગ કામ કરીને હવે ડામર કામ જ બાકી છે. જો કે, માટીનું કામ નબળું છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી જ્યારે ધારાસભ્ય આ વિસ્તારના રહેવાસી છે અને જિલ્લા પંચાયત ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે. તો પણ હોદ્દેદારો દ્વારા નબળી કામગીરી સામે આંખ આડા કાના કરવામાં આવી રહ્યા છે જેથી કરીને નબળી કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત તરઘરી અને નાના ભેલાના ખેડૂતોના ખેતરોની આશરે ૫૦૦ વીઘા જેટલી જમીન પાણીમાં ડૂબેલ છે. જેના કારણે ખેડૂતોને આ વર્ષે ઉપજ ગુમાવવાનો વારો આવશે તેવું લાગે છે.પરંતુ નેતા કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી જેથી કરીને યોગ્ય કરવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે
