ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડ વાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે સામસામે ધબધબાટી


SHARE







મોરબીમાં ઘર પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડ વાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે સામસામે ધબધબાટી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટી વિસ્તારમાં ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડ વાવ્યા બાદ તેની ફરતે લાકડાની વાળ કરવામાં આવી હતી અને જેને લઇને બે પરિવારો વચ્ચે સામ સામે બોલાચાલી થયા બાદ મારામારી સર્જાઇ હતી.જેમાં લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ અને લોખંડની ટામી વડે થયેલી મારામારીના બનાવમાં પાંચ લોકોને ઈજાઓ તથા સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં બંને પક્ષેથી સામ સામે ફરિયાદો નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં ગઈકાલે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવવામાં ઇજાઓ થવાથી રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર સતવારા (૬૦), તુલસીભાઈ રાજેશભાઈ પરમાર (૩૫) અને દ્રષ્ટિ તુલસીભાઈ પરમાર ૧૧ માસ તેમજ સામેવાળા જીતેન્દ્ર જયંતીભાઇ મિયત્રા આહિર (૨૮) ને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં પોલીસને જાણ થતા પોલીસે જઈને તપાસ હાથ ધરતા સામ સામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી.જેમાં તુલસીભાઈ રાજુભાઈ પરમાર જાતે સતવારા (૩૫) રહે.શ્રદ્ધા પાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી વાળાએ તેઓના ઘર નજીક રહેતા જીતેન્દ્ર જયંતી મિયાત્રા, શીતલબેન જયંતિ મિયાત્રા અને જયંતીભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પિતા રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર દ્વારા સામેવાળા જીતેન્દ્રભાઈના ઘરની પાછળની ખુલ્લી જમીનમાં વરસાદી મોસમ હોય વૃક્ષો વાવ્યા હતા અને એ વૃક્ષની ફરતે તેઓએ લાકડાના ખાંભાથી વાળ કરી હતી જે વાળ સામેવાળાઓએ વગર પૂછ્યે કાઢી નાંખતા તે અંગે રાજુભાઈ તેઓને કહેવા માટે ગયા હતા અને તે બાબત જીતેન્દ્રભાઈને સારી ન લાગતાં તેઓએ ફરિયાદી તુલસીભાઇના પિતા રાજુભાઈને ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તેમજ લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો તેમ જ પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા તુલસીભાઈ અને તુલસીભાઈની પત્ની સોનીબેનને પણ સામેવાળાઓએ માર માર્યો હતો.જેથી હાલ તુલસીભાઈ પરમારની ફરિયાદ ઉપરથી જીતેન્દ્રભાઈ, શીતલબેન અને જયંતીભાઈ મિયાત્રા વિરુદ્ધ પોલીસે મારામારી અંગે ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામા પક્ષેથી જીતેન્દ્રભાઈ જયંતીભાઈ મિયાત્રા જાતે આહિર (૨૮) ધંધો ડ્રાઇવિંગ રહે.શ્રદ્ધા પાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી એ પોતાના ઘર નજીક રહેતા રાજુભાઈ સતવારા અને તુલસી રાજુભાઇ સતવારા નામના પિતા-પુત્ર ઉપર ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના ઘરની પાછળ સામાવાળા દ્રારા વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું અને તેની ફરતે લાકડાના ખાંભા લગાવીને વાડ કરી હતી તે વાડ કાઢી નાંખવામાં આવતા કેમ લાકડાના ખાંભા કાઢી નાખ્યા..? તેમ કહીને સામેવાળાઓએ ગાળો આપી હતી અને લોખંડની ટામી વડે પોતાના ઉપર તેમજ સાહેબ શીતલબેન ઉપર હુમલો કર્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.બંને પક્ષેથી સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ એ.એમ.જાપડીયા દ્વારા ફરિયાદો નોંધીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News