મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે લલિત કગથરાને આવકારવા યોજાનાર રેલીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે


SHARE









મોરબીમાં કાલે લલિત કગથરાને આવકારવા યોજાનાર રેલીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને હાલમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે મંગળવારે મોરબીમાં તેનું ભવ્ય સ્વાગત, બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહેવાના છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને મોરબીમાં આવકારની સાથે બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૯ જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલી યોજાશે જે આ બાઇક રેલીમાં શહેર, તાલુકા અને જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જોડાશે વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, આ બાઇક રેલી અને સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહેવાના છે




Latest News