મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
SHARE






મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા નજીક ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.મૃતક યુવાનને કેન્સરની બીમારી હોવાથી તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે હસમુખ જેન્તીભાઈ કવૈયા જાતે લુહાર (ઉમર ૩૮) રહે.રણછોડનગર મોરબી નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી. તા.૧૩-૮ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં હસમુખે ઝેરી દવા પી લીધી હોય તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને ત્યાં આજે તા.૧૪ ના સવારના સમયે હસમુખ કવૈયાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ શરૂ કરી હતી જેમાં ખૂલ્યું હતું કે મૃતક હસમુખભાઈ કવૈયાને કેન્સરની બીમારી હોય તે બીમારીને લઇને તેણે કંટાળી જઇને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
મજુર સારવારમાં
મોરબીમાં હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ લક્ષગ્રેસ સીરામીક નામના યુનિટના સ્ટાફ કવાટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા હારૂભાઇ બિલાવલ નામના ૨૧ વર્ષીય યુવાનનો જમણો હાથ મશીનના કન્વ્યેનર બેલ્ટમાં આવી જતા તેને વધુ સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે માળીયા મીંયાણાનો રહેવાસી સદામહુસેન દિલાવર મોવર નામનો ૨૬ વર્ષીય યુવાન બાઈક લઈને લક્ષ્મીનગર ગામમી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે કુતરૂ ઉતરતા અકસ્માતમાં માથાના ભાગે ઇજાઓ સાથે સદ્દામહુસૈનને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


