ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ


SHARE







મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ

મોરબીને મયુર નગરી કહેવાતુ પરંતુ આજે મોરબી ખાડા નગરી તરીકે ઓળખાય છે કેમ કે, મોટાભાગના રોડ રસ્તા ઉપર લોકોની કમર તૂટી જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને આ ખાડાને રીપેર કરવાની સામાજિક કાર્યકરો દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશ બાંભણીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના નેશનલ હાઇવેથી લઈને શહેરના રોડ રસ્તા ભાંગીને ભુક્કો થઈ ગયા છે ખાસ કરીને રવાપર રોડ, નગરપાલીકા કચેરી પાસેનો રોડ, કલેકટર બંગલા પાસેનો રોડ, શનાળા રોડ, પરા બજાર સહિતના રસ્તામાં ઠેરઠેર ખાડા પડી ગયા છે અને આ ખાડ બુરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે જો કે, તે કયા ચાઉં થઇ જાય છે તે તપાસનો વિષય છે મોરબીના લોકોની સુખાકારી માટે સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકો દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ પણ પાલિકામાં ભરવામાં આવે છે તો પણ લોકોને  સારા રોડ રસ્તાની સુવિધાઓ પણ મળતી નથી અને જેટલા પણ રોડ બને છે તેમાં ઈજનેરોને સાથે રાખીને કોઈ જગ્યાએ પાણીના નિકાલ સહિતની કામગીરી કરવામાં આવતી નથી જેથી રોડ કતા નથી અને લોકોની હાલાકી દૂર થતી નથી ખાસ કરીને જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ દ્વારા જયારે કામ ચાલુ હોય છે ત્યારે કોઇ ધ્યાન આપવામાં આવતું નથી જેથી કરીને નબળી કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે ત્યારે હાલમાં સીએમને જે રજૂઆત કરવામાં આવી છે તેને ધ્યાને લઈને જો ૧૫ દિવસમાં કામગીરી ન થઇ તો પ્રજાને સાથે રાખીને પાલિકાને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News