મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધાનું મોત


SHARE







મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધાનું મોત

મોરબીના જુના મહાજન ચોકની પાસે કબ્રસ્તાન નજીકથી થોડા દિવસો પહેલા બીમાર વૃદ્ધાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.૧-૭ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ૧૦૮ વડે બીમાર હાલતમાં હસીનાબેન ગુલમહમદ માણેક (ઉમર ૬૦) મૂળ રહે.માળિયા મીંયાણા હાલ રહે. મોરબી કબ્રસ્તાન પાસે વાળાઓને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ગઈકાલ તા.૧૮-૭ ના સારવાર દરમિયાન હસીનાબેન ગુલમહંમદભાઈ નામના ૬૦ વર્ષીય વૃદ્ધાનું રાજકોટ ખાતે મોત નિપજયુ હતું.જ્યાંથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને મૃતકના વાલી વારસો અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બીમારી સબબ દવાખાનામાં દાખલ કરાયેલ વૃદ્ધાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાની કેનાલ પાસે આવેલ ઓમપાર્ક નજીક વાડી વિસ્તારમાં રહેતા નિર્મળાબેન હરેશભાઈ પરમાર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતો સંજય સુરેશભાઈ સાવરીયા નામનો દસ વર્ષીય બાળક ઘર નજીક રમતો હતો ત્યાં રમતા રમતા તે અકસ્માતે પડી જતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ મિટકો સીરામીક નજીક રહેતો વિશાલ રામાઆશિષ પાસ્વાન નામનો ૧૮ વર્ષીય યુવાન ઘુંટુ રોડ ઉપર સોના સિરામિક પાસેથી જતો હતો.ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સદભાવના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News