વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાને કરેલા નિવેદનનો અનોખો વિરોધ કરાયો


SHARE









મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાને કરેલા નિવેદનનો અનોખો વિરોધ કરાયો

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જાહેર મંચ પરથી આડકતરી રીતે એવું કહેવાનો પ્રયત્ન કરેલ કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મફતનામની "રેવડી" વહેંચવા નિકળિયા છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોટા પાયે વિરોધ ઉભો થયો અને આમ આદમી પાર્ટી મફત રેવડી કોને કહેવાય તે પ્રજાજનોને બતાવવા રસ્તા પર ઉતરી આવી છે અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે હાથમાં બેનરો રાખી જાહેર જનતાને રેવડી કેને કહેવાય તે બતાવવાનો પ્રયત્ન કરેલ હતો જેમાં એક તરફ ગુજરાતના ભાજપના કર્યો અને બીજી તરફ દિલ્હી સરકાર આમ આદમી પાર્ટીના કર્યો બતાવેલ હતા અને ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુવિધાઓથી પ્રજા પરેશાન છે અને ખેડૂતો પાયમાલ થતા જાય છે ત્યારે ભાજપ પોતાના માનીતા ઉદ્યોગકારોના લાખો કરોડો દેણા માફ કરી રહ્યો છે તેમજ મનફાવે ત્યારે જી.એસ.ટી.માં વધારો ઘટાડો સાથે ડેરી ઉત્પાદન પ્રોડક્ટ પર પણ તાજેતરમાં નાખેલ ૫ ટકા જીએસટી તેમજ પ્રાઇવેટ શાળાઓના બે લગામ ફી વધારો, સરકારે જરૂરિયાત વગર હેલિકોપ્ટર અને પ્લેનના ખર્ચા અને દારૂબંધીના હાલ સાથે ભ્રષ્ટાચાર યુક્ત શાસનની જાહેરાતો દર્શાવેલ તેની સામે દિલ્હી સરકારે કરેલ સરકારી હોસ્પિટલ, શાળાઓ, મહોલ્લા ક્લિનિક તેમજ મહિલાઓને ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ અને વૃધ્ધોને ફ્રી યાત્રાઓ કરાવેલ છે જે જનતાનો અધિકાર રૂપે આપવામાં આવેલ છે તે દર્શાવેલ અને ભાજપની નિતી સામે સુત્રોચાર કરી વિરોધ પ્રગટ કરેલ હતો




Latest News