વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન


SHARE









મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન

મોરબીના નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર દુર્ગંધ મારે છે. અને ગટર ચોકઅપ થઈ ગયેલ છે જેથી કરીને સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળવું તો દૂરની વાત છે પરંતુ તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને બાળકો, વૃદ્ધો, મહિલાઓને રોગ થવાનો ભય છે. તો પણ ગટરના ગંદાનો યોગે નિકાલ કરવા માટે કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે ત્યારે નાની વાવડી ગામના સરપંચ અને સભ્યોને જાણ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે ઉધતાઈ ભર્યું વર્તન કરીને “આ વિસ્તાર અમારામાં આવતો નથી, તમારે જવું હોય ત્યાં જાવ” એવું કહી દીધું હતું જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો પંચાયતમાં આવિસ્તાર ન આવતો હોય તો કોનામાં આવે છે તે  સૌથી મોટો સવાલ છે અને જેનામાં આ વિસ્તાર આવતો હોય તેના દ્વારા ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ છે




Latest News