વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ રાજયના શિક્ષણમંત્રી સાથે કરી બેઠક


SHARE









રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ રાજયના શિક્ષણમંત્રી સાથે કરી બેઠક

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક મણીનગર સંઘ કાર્યાલય ખાતેની બેઠકમાં આવેલા તમામ સંવર્ગોના પ્રશ્નોનુ સંકલન કરી લેટરપેડ તૈયાર કરી તમામ સંવર્ગોના અધ્યક્ષ અને મહામંત્રીની ઉપસ્થિતિમાં સંવર્ગોના પ્રશ્નો અગે શિક્ષણમંત્રી, નાણામંત્રી સહિત વિવિધ અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક તમામ નાયબ નિયામક, શિક્ષણ વિભાગ, સ્કુલ ઓફ કમિશનર રાજ્ય પરીક્ષા બોર્ડ, શાળા પાઠ્યપુસ્તક મંડળ ખાતે અધિકારીઓને વિસ્તૃત રીતે પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા રજૂઆત કરવામાં આવી હતી અને મહત્વના પ્રશ્નો એચ.ટાટ. ઓપી.પરત, તમામ પ્રકારના બદલી કેમ્પ ઝડપથી પુરા કરવા, એકમ કસોટીનું ભારણ ઓછુ કરવુ, પાઠ્યપુસ્તક માટે પોર્ટલ આજે જ ખોલી પુસ્તકોની ઘટ પુરી કરવી માધ્યમિક શિક્ષકો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાણાંમંત્રી સહિત શિક્ષણ મંત્રીઓના સન્માન સમયે ઉકેલ કરાયેલા અને લીધેલા નિર્ણયો અંગે ઝડપી પરીપત્ર કરવાની કરેલ જાહેરાત અંગે જીતુભાઈ વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી હતી અને એચ ટાટ તેમજ બદલી કેમ્પ અંગે અનેક કોર્ટ મેટરો હોવા છતાં લગભગ એક કલાક સુધી નિયામક મહેશભાઈ જોશી સંગઠન સાથે બેઠા અને કેવી રીતે રસ્તો કાઢવો એની વિગતવાર ચર્ચાના અંતે શિક્ષણ મંત્રી આ બાબતે ચિંતિત હોવાથી નિયામક અને શિક્ષણમંત્રી ચોક્કસ ઝડપી યોગ્ય કરશે એવી આશા છે અને સંગઠન આગામી ટૂંક સમયમાં ફરીથી મુલાકાત કરશે ત્યાં સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો ગુજરાતના લાખો શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આક્રમક રીતે આગળ વધશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News