મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

હળવદનાં કેદારીયામાં થયેલ ધિંગાણામાં વળતી છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ


SHARE









હળવદનાં કેદારીયામાં થયેલ ધિંગાણામાં વળતી છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાનાં કેદારીયા ગામમાંથી યુવાન તેનું બાઇક લઈને રામજી મંદિર પાસેથી જતો હતો ત્યારે તેને બાઇક શુમું ચલાવવા માટે કહ્યું હતું તે બાબતે સામસામી મારા મારી થઈ હતી જેમાં ગઇકાલે એક પક્ષેથી છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ બનાવમાં હવે સામા પક્ષેથી વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે હળવદ તાલુકા પોલીસ દ્વારા છ શખ્સોની સામે જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાનાં કેદારીયા ગામે રહેતા મુનેશભાઈ ઉર્ફે મુન્નો વિઠ્ઠલભાઈ શીહોરા જાતે કોળી (૩૩)એ હાલમાં કાન્તીભાઈ અમરાભાઈ કોળી, કિશન અમરાભાઈ કોળી, પ્રવીણભાઇ સોમાભાઇ કોળી, ચેતનભાઈ ભરતભાઈ કોળી, લાલજીભાઈ શવશીભાઈ કોળી અને દિલીપભાઈ અમરાભાઈ કોળી રહે. તમામ કેદારીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, કેદારીયા ગામ રામજી મંદિર પાસે ચોકમાંથી કાન્તીભાઈ અમરાભાઈ કોળી તેનું બાઇક ઝડપથી ચલાવીને નીકળ્યો હતો જેથી કરીને બાઇક ઝડપી ચલાવવાની વિષ્ણૂભાઈએ ના પડી હતી જેથી કરીને કાન્તીભાઈ અમરાભાઈ કોળી અને કિશન અમરાભાઈ કોળીએ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રહેલ ધોકાથી વિષ્ણુભાઈને ડાબા હાથે માર માર્યો હતો અને મુઢ ઈજાઓ કરી હતી તેમજ જયંતીભાઈ તથા જાદુભાઈને ધોકાવતી માર માર્યો હતો અને ત્યાર બાદ પ્રવીણભાઇ સોમાભાઇ કોળી, ચેતનભાઈ ભરતભાઈ કોળી, લાલજીભાઈ શવશીભાઈ કોળી અને દિલીપભાઈ અમરાભાઈ કોળીએ ત્યાં આવીને ફરીયાદી તથા સાહેદોને ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News